નારી સંરક્ષણ કેન્દ્ર પાલીતાણા ને પ્રાપ્ત થયું ૩૨ ઈચનું કલર ટી.વી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

સોશ્યલ વેલફેર અંતર્ગત નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે તા. ૦૬/૧૧/૨૦૨૩ના રોજ ૧ નંગ ગુગલ નું ૩૨ ઈચનું કલર TV દાતા જી.એચ.સી.એલ. લિમિટેડ ખડસલીયા, ભાવનગર કંપની દ્રારા દાનમાં આપવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે ૧૮ થી ૫૯ વર્ષની મહિલા કે જેઓ જાતિગત હિંસા, દુર્વ્યવહારથી પીડીત, પરિવાર દ્રારા ત્યજી દેવામાં આવેલ, કુંવારી માતા, કુંવારી ગર્ભવતી, વિધવા માતા ને નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય આપવામાં આવે છે. 

રહેઠાણની વ્યવસ્થા સાથે બહેનોના મનોરંજન હેતુસર આશ્રિત બહેનોને જી.એચ.સી.એલ. લિમિટેડ ખડસલીયા ભાવનગર કંપની દ્રારા તા.૦૬/૧૧/૨૦૨૩ના રોજ ગુગલ નું ૩૨ ઈચનું એક કલર ટી.વી અર્પણ કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે જી.એચ.સી.એલ. લિમિટેડ કંપનીના સીનીયર જનરલ મેનેજર ધનંજયકુમાર, લિગ્નાઈટ ખાણની ટીમ તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment