હિન્દ ન્યુઝ, વડોદરા
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરાયેલા ફેરફારોમાં વડોદરા કલેક્ટર તંત્રમાં નિયુક્તિ પામેલા ગુજરાત સનદી સેવાના વરિષ્ઠ અધિકારી ભરત પટેલે નિવાસી અધિક કલેક્ટર પદનો વિધિવત્ત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. વિદાય પામેલા નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.
ભરત પટેલ આ પૂર્વે ખેડા – નડિયાદ અને પાટણમાં નિવાસી અધિક કલેક્ટર પદે ઉપરાંત વડોદરા ગ્રામ્ય, પાદરા મામલતદાર તથા ડભોઇ પ્રાંત અધિકારી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.