હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-3 માં ૯ તાલુકા, ૬ શાખાઓ તેમજ દાધિકારીઓની ટીમ મળી કુલ ૧૬ ટીમો તેમજ મહિલા ક્રિકેટમાં ૪ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. આ આંતર તાલુકા કિક્રેટ ટુર્નામેન્ટ સિઝન ૩ માં મહિલાઓની ફાઇનલ મેચ તાલુકા પંચાયત વાગરા અને તાલુકા પંચાયત નેત્રંગ વચ્ચે રમાઈ હતી. જે મેચમાં તાલુકા પંચાયત વાગરાનો વિજય થયો હતો. વાગરાના મહિલા કેપ્ટને ૧૫ બોલમાં 38 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપી મેન ઓફ ધી મેચની ટ્રોફી મેળવી હતી. જ્યારે પુરુષોની ફાઇનલ મેચ શિક્ષણ શાખા અને આરોગ્ય શાખા વચ્ચે રમાઈ હતી જેમાં શિક્ષણ વિભાગની ટીમનો વિજય થયો હતો. શિક્ષણ વિભાગની ટીમ તરફથી ઓલરાઉન્ડર પર્ફોમન્સ મેન ઓફ ધી મેચની ટ્રોફી હેમંતભાઈને મળી હતી. તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરવા બદલ ડૉ.મિથુનને મેન ઓફ ધી સીરીઝની ટ્રોફી આપવામાં આવી હતી. ફાઇનલ ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં જિ.પં. પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. આર.જોશી, જિલ્લા પોલિસ અધિક્ષક ડો. લીના પાટીલ, બાંધકામ સમિતિના ચેરમેન તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ આયોજકોને સ્મૃતિ ભેટ આપી બિરદાવવામા આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ કર્મચારીઓને ફક્ત ક્રિકેટની રમત જ નહીં પણ અન્ય રમતો માટે આગામી દિવસોમાં આયોજન કરવા તેમજ કર્મચારીઓને સહભાગી થવા જણાવ્યું હતું.