૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની કામગીરી અંગે પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત ૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતક્ષેત્ર સાથે સંકળાયેલ કર્મચારીઓની ફેઝ- ૨ ની આજરોજ તા:૨૩-૧૧-૨૦૨૨ નાં રોજ વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

આ તાલીમ કાર્યક્રમમાં મતક્ષેત્રના ચુંટણી અધિકારી સુ. મનીષા બ્રહ્મભટ્ટ દ્વારા તમામ બાબતોની વિસ્તૃત છણાવટ સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં જીલ્લા નોડલ અધિકારી, ટ્રેનીંગ મેનેજમેન્ટ તપન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો.હકીમ ઝવેરી

Related posts

Leave a Comment