“કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર હરહંમેશ મતદાન કરવામાં આગવું છે”- સીનીયર સીટીઝન રસજ્ઞભાઈ મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગરમાં ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ભાવનગરમાં ચૂંટણી અંગેની મતદાન ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ને ગુરુવારે સવારે ૮ કલાક થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સીનીયર સીટીઝન રસજ્ઞભાઈ મહેતા સૌ ભાવેણાવાસીઓને અપીલ કરી છે કે સૌ સાથે મળીને અચૂક મતદાન કરીને લોકશાહીમાં પોતાનું યોગદાન આપીએ. ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરી છે ત્યારે હરહંમેશ મતદાન કરવામાં આગવું રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોઈ પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે પોતે મતદાન કરીને, બીજાને પણ મતદાન કરવા જાગૃત કરવાનું રસજ્ઞભાઈ મહેતા જણાવે છે.

“મારો મત, મારી જવાબદારી”ના સૂત્રને સાર્થક કરી સર્વ ભાવેણાવાસીઓ મતદાન કરી લોકશાહીના પર્વમાં અચૂક જોડાય તેના માટે તેઓ સર્વને વિનમ્ર અપીલ કરી છે.

 

Related posts

Leave a Comment