ભાવનગર જિલ્લામાં શ્રમિકો, કામદારો તથા કારખાનેદારો માટે તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ મતદાન અવેરનેસ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આગામી તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ભારતના દરેક દેશવાસીઓનો છે દરેક મત ખુબ જ મહત્વ ધરાવે છે ત્યારે મતાધિકારનો ઉપયોગ ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક દેશવાસી કરી શકે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ તમામ શ્રમિકો તેઓના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ વિઠ્ઠલવાડી, ચિત્રા, વરતેજ, શિહોર ૧-૨, મહુવા અને પાલીતાણા ખાતે મતદાન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના વિવિધ કારખાનાઓ ખાતે જિલ્લાના કે જિલ્લા બહારના મતદારો જિલ્લાઓમાં વિવિધ ક્ષેત્રે પ્રવૃત હોય છે ત્યારે તમામ કાર્યરત શ્રમિકો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ વિઠ્ઠલવાડી ખાતે સવારના ૧૧-૪૫ કલાકે, શેઠ બ્રધર્સ, તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ ચિત્રા ખાતે બપોરના ૪.૦૦ કલાકે એસોસિયેસન હોલમાં, તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ વરતેજ ખાતે ૩.૦૦ કલાકે શશી ઇંડ્સ્ટ્રીઝ પાસે, તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ શિહોર ૧-૨ ખાતે બપોરના ૫-૩૦ કલાકે સચદેવા GIDC-2 પ્લોટ ૫૦૮માં, તા. ૨૫-૧૧-૨૦૨૨ના રોજ મહુવા ખાતે બપોરના ૪-૦૦ કલાકે એસોસિયેસન હોલમાં, તા. ૨૫-૧૧-૨૦૨૨ના રોજ પાલીતાણા ખાતે બપોરના ૧-૩૦ કલાકે ખોડલ સીમેંટ પ્રોડ્ક્ટ ખાતે મતદાન માટે અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment