વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવેણાવાસીઓને મતદાન કરવા અંગેની અપીલ કરતાં યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ પહેલા ફેઝમાં ભાવનગર ખાતે મતદાન થનાર છે. જેમાં વધુ મતદાન થાય તે અર્થે જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબારી હેઠળ લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર ખાતેના શેઠ બ્રધર્સના યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઇ શેઠ પણ આ અવસરે જોડાયા છે.

યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ જણાવે છે કે કલા અને સંસ્કૃતિની આ નગરી એટલે કે ભાવેણાનગરી મતદાન કરવામાં હંમેશા તત્પર રહ્યું છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર શહેર જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે તેમણે ભાવનગર જિલ્લાના સૌ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.

“હું પણ મતદાન કરૂ અને તમે પણ મતદાન કરો” તેવી ભાવના સાથે કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના સહારે પ્રયાસને સૌ કોઈ સાથ સહકાર આપીને અચૂક મતદાન કરીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મારો મત મારી જવાબદારીના સૂત્ર હેઠળ ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને મતદાન કરવા અંગે યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ દ્વારા જણાવ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment