અલંગ ખાતે કાર્યરત કર્મચારીઓને મતદાન કરવા અંગે અપીલ કરતાં શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પ્રથમ ફેઝમાં મતદાન થનાર છે ત્યારે ભાવનગર ખાતે આવેલ અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ યાર્ડના પ્રમુખશ્રી વિષ્ણુકુમાર ગુપ્તાએ અલંગમાં કામ કરતા કર્મચારીઓને મતદાન કરવા અંગે અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લાના અલંગ ખાતે તા.૧ ના રોજ નજીકના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરવા જઈએ અને અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ.

આ લોકશાહીના પર્વના દિવસે તમામ કર્મચારીઓ મતદાન કરી શકે તે અર્થે અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ યાર્ડ બંધ રહેશે અને મતદાન કરવા અંગે લોકોને જાગૃત કરી મતદાનની ટકાવારી વધારવા અંગેનાં પ્રયત્નો હાથ ધરાશે.

“૧લી તારીખે પહેલું કામ કરીએ સૌ મતદાન” ના સૂત્ર હેઠળ અલંગ ખાતેના કર્મચારીઓ તથા ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને મતદાન કરવા અંગે શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખશ્રી દ્વારા અપીલ કરાઇ હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment