બલદવા ડેમમાં પાણીના ઘેરાવાથી ચાર ગામોની ૫૦ એકરથી વધુ જમીનમાં ૩-૫ ફુટ પાણી ભરાયા

ભરૂચ,

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકાર ધ્વારા બલદવા ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું, જે ડેમને આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે, ચોમાસાની સિઝનમાં બલદવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો, જ્યારે બલદવા ડેમના ઉપરવાસમાં વરસાદી પાણીનો ધેરાવો વધતા અંદાજીત ભાંગોરી, રમણપરા,કુપ અને બલદવા ગામની ૫૦ એકરથી વધુ જમીનમાં ૩-૫ ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે, શેરડી, કપાસ, ડાંગર અને તુવેર જેવા પાકને સીધી અસર પહોંચતા ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે, અને દરવષૅ ઓગષ્ટ થી માચૅ માસ સુધી ડેમમાં પાણીનો ધેરાવો થવાથી ખેડુતો ખેતીકામ કરી શકતા નહી હોવાથી ભારે આથિૅક ફટકો પડતા અને ટોકરી નદીકાંઠે વસાવા કરતાં કુપ, ભાંગોરી અને બલદવા ગામના ૨૦૦૦ થી વધુ લોકોનું જીવનધોરણ ખોરવાય જાય છે, પરંતુ ગુજરાત સરકાર ધ્વારા આજદિન સુધી પાકના નુકસાન પેટે આદિવાસી ખેડુતોને વળતર પણ ચુકવાયું નથી, તેવા અહેવાલ મળ્યા છે, તેવા સંજોગોમાં ખેડુતોની હાલત દયનીય બની ગઇ છે, આ બાબતે તપાસ થવી જોઈએ અને ખેડુતોને તાત્કાલિક ધોરણે વળતરની ચુકવણી થવી જોઈએ તેવી સખત જરૂરિયાત જણાઇ રહી છે.

રીપોર્ટર : સતિષભાઇ દેશમુખ, નેત્રંગ

Related posts

Leave a Comment