આપણે દર વર્ષે ગણપતિની સ્થાપના કરીએ છીએ આ સ્થાપના શા માટે તેના વિશે જાણીએ

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ. આપણે દરેક વર્ષે ગણપતિ બેસાડી એ છીએ, પણ કારણ નથી જાણતા.

આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે મહર્ષિ વેદવ્યાસે મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ અને લખાણ કરવા વિનંતી કરી. લખાણ દિવસ-રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન-પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવાનુ હોય તો ગણેશજી ના શરીર નુ તાપમાન ન વધે તે માટે વેદવ્યાસે ગણેશજી ના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો અને ભાદરવા ચોથ ના રોજ પુજા કરી લખાણ શરૂ કર્યુ. માટીના લેપ ને કારણે ગણેશજી નુ શરીર અકડાઈ ગયુ, જેથી તેમને પાર્થિવ ગણેશ કહેવાય છે.

લખાણ દસ દિવસ સુધી ચાલ્યુ. એ દિવસ અનંત ચૌદસ હતો. વેદવ્યાસજી એ ગણેશજી તરફ જોતા જણાયુ કે એમના શરીર નુ તાપમાન ઘણુ વધુ હતુ તે ઓછુ કરવા અને શરીર પરથી માટીનો લેપ ઉતારવા ગણેશજી ને પાણી માં પધરામણી કરી. મહર્ષિ વેદવ્યાસજી એ 10 દિવસ સુધી ગણેશજી ને તેમના મન ગમતા ભોજન કરાવ્યું .

આમ, ત્યાર થી ગણેશજી ની સ્થાપના અને વિસર્જન ની પ્રથા છે. જે દરેક પરિવાર પોતાના ઘરે કરતા આવ્યા છીએ, આ પ્રથા ને સાર્વજનિક ગણેશોત્સવ નુ સ્વરૂપ આ રીતે મળ્યુ.

Related posts

Leave a Comment