કંકાવટી ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક ચાલુ થઈ ગયેલ હોય તો અત્યારે 1.15 વાગ્યા ની આસપાસ 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવશે

જોડિયા,

હડિયાણા ગામે વહેલી થી બપોરે 12 વાગ્યા સુધી વરસાદ બે ઈંચ જેટલો વરસ્યો છે . ધરતી પુત્રો માં આનદ જોવા મળ્યો છે.  ઉભા પાકને નવું જીવતદાન મળ્યું છે. કાચું સોનુ વરસી રહ્યું છે. પરંતુ બીજી બાજુ કંકાવટી ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક ચાલુ થઈ ગયેલ હોય તો અત્યારે 1.15 વાગ્યા ની આસપાસ 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવશે. જેની જાણ કરવામાં આવે છે.  કંકાવટી ડેમ 98℅ ભરાયેલ છે. ડેમ ના પાટિયા ખોલવામાં આવશે, ડેમ સાઈટ પરથી ટેલિફોનીક સંદેશ મળેલ છે, લાગુ ગામો હડિયાણા, બરાડી,બેરાજા ગામો એ સાવચેત રહેવું એવું જોડિયાના મામલતદાર  જણાવ્યુ છે.

રિપોર્ટર : શરદ રાવલ, જોડિયા

Related posts

Leave a Comment