બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ટ્વીટ કરી ચેતવણી અપાઈ

બનાસકાંઠા,

સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે જિલ્લાના નદી નાળા ઓવર ફ્લો થઈ ગયા છે અને આગામી 3 કલાક માં અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. ધોધમાર વરસાદ ના કારણે નદીઓ માં વધતા જળસ્તર ને ધ્યાનમાં લઈ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ નદી કિનારે આવેલા પ્રવાસ ધામોનો પ્રવાસ ના કરવો જોઈએ એ પણ જણાવામાં આવ્યું છે. આમ જિલ્લા કલેક્ટર દ્વારા ધોધમાર વરસાદ ના કારણે વહીવટ તંત્ર ને પણ સ્ટેન્ડ ટુ મોડ પર રાખવામાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા ટ્વીટ કરી ચેતવણી આપવામાં આવી છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment