હિન્દ ન્યુઝ, ડભોઈ
આજરોજ ડભોઇના લેઉવા પાટીદાર સમાજની વાડીમાં બપોરના સમયે ડભોઇ તાલુકા ભાજપા સંગઠનની બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે યોજાઇ હતી. જેમાં ખેડા જિલ્લાના સાંસદ અને વડોદરા જિલ્લા સંગઠનના ચૂંટણી ઇન્ચાર્જ દેવુસિંહ ચૌહાણ , સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) તેમજ જિલ્લા અને તાલુકાના ભાજપા ના વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતી રહી હાજર કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સદર બેઠકમાં વડોદરા જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ ,જિલ્લાના પ્રભારી, ભાજપા સંગઠનના વડોદરા જિલ્લાના હોદ્દેદારો, ડભોઇ તાલુકાના પ્રભારી, ડભોઇ નગરના ઇન્ચાર્જ વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડભોઇ મંડલની બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત આગેવાનોએ ભાજપાના કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં “સંગઠનમાં જ શક્તિ છે”, સંગઠનને મજબૂત બનાવવા તેમજ સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક હોદ્દેદારો પૂર્ણ કરે અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં જરૂરી પુરતું માર્ગદર્શન આપી ચૂંટણી સંદર્ભે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને કાર્યકરોનો જોમ જુસ્સો વધે અને ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર વિજયી નીવડે તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડોદરા જિલ્લા પંચાયતની ૪ બેઠકો, ડભોઇ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ઇન્ચાર્જ, ડભોઇ નગરપાલિકના સ્થાનિક ઇન્ચાર્જ વગેરે હાજર રહ્યા હતા .આ બેઠકમાં મતદાર યાદીના પેજ પ્રમુખ, બુથ લેવલ સુધીના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ કાર્યકરો અત્યારથી ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી જાય તેવી હાકલ કરવામાં આવી હતી અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડભોઇ નગરપાલિકા ની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં તમામ બેઠકો પર વિજય હાંસલ કરે તે માટે નું માઈક્રોપ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ હાલના સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહીને કાર્યકરોને પુરતું માર્ગદર્શન આપ્યું હતું. સદર બેઠકમાં વડોદરા જિલ્લાના, ડભોઇ તાલુકાના તેમજ ડભોઇ નગર ના સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ