ગુજરાત ગૌરવ એવોર્ડ્સ 2020 – એક વિચાર એક ભારત દ્વારા ગુજરાત સરકારના શ્રેષ્ઠ અધિકારીઓનું સન્માન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સલામતિ માટે દેશભરમાં કાયદો અને માનવ અધિકાર, શિક્ષણ અને રોજગાર વિષયક જનહિત કલ્યાણ માટે નિરંતર કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ‘એક વિચાર એક ભારત’ દ્વારા વર્ષ 2020 માં ગુજરાત ગૌરવ ઍવૉર્ડસ ની જાહેરાત કરવામાં આવી છે. આ માટે સંગઠન દ્વારા ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિ, આર્થિક, રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ પ્રદાન આપનાર તેમજ વિશેષ કામગીરી થી રાજયની પ્રગતિ માટે વિશિષ્ટ કાર્ય કરનાર અધિકારીઓને બિરદાવવા તેમજ તેમને સન્માનિત કરવા માટે આ ખાસ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વધુ માં વધુ અધિકારીઓ જન કલ્યાણ, જન સુવિધા તેમજ જન સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં જ નહિ પણ સમગ્ર ભારત દેશમાં કાર્ય કરતા થાય તેમજ લોકતંત્રની ખરી વ્યાખ્યા ફલિત થાય માટે પણ આ પારિતોષિક એનાયત કરવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. ભારત ગૌરવ યાત્રા એ વિશેષ કાર્યક્ર્મ અંતર્ગત આ પારિતોષિક જાહેર કરવામાં આવેલ છે. જેમાં માત્ર ને માત્ર ગેઝેટેડ અધિકારી ઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં એક વિચાર એક ભારત ગીર સોમનાથ જિલ્લાના યુનિટ તેમજ ચક્રવાત કાર્યાલય કોડીનાર ના સૌજન્ય થી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના ગેઝેટેડ ઓફિસરો તેમજ જિલ્લા પંચાયત કચેરી અને સેવા સદનમાં કાર્યરત વિશેષ કામગીરી કરનાર અધિકારીઓ ને એક વિચાર એક ભારતના પ્રેરક રાજેશ સોલંકી, રાજ્ય મહિલા સેલ ના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન કુ.કિરણબેન તેમજ દિવ્યાંગ સહાયતા કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લા યુનિટ ના ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડિનેટર અને આર. ટી. આઇ. સેલ ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ આબિદ શેખ તેમજ એક વિચાર એક ભારત કાર્યાલય સચિવ ઝુબેર સિદ્દીકી, સંગઠન સલાહકાર કે. એસ. ચૌહાણ, જે. એન. વાણવી, માઇનોરિટી સેલના પ્રમુખ તેમજ વિવિધ સેવાકીય સંસ્થા તથા સંગઠનો સાથે કાર્યરત ફારૂકભાઈ પેરેડાઈઝ અને વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી ઇમરાનભાઈ જમાદાર તથા ગીર સોમનાથ જન કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ જગદીશભાઈ વિગેરે સમગ્ર ટીમની જહેમત તેમજ આયોજન તેમજ જેમના સૌજન્ય થી આ ભગીરથ કાર્ય ને સૌપ્રથમવાર ગીર સોમનાથ જિલ્લામાં સાકાર રૂપ આપ્યુ છે તેવા ચક્રવાત ન્યુઝ ના પ્રેસ પ્રતિનિધિ અને એક વિચાર એક ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ પારૂલ સોલંકી વિ. દ્વારા રાજ્યભરમાં આ પારિતોષિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે તેની શુભ શરૂઆત ગીર સોમનાથ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ સન્માન પત્ર એનયાત કરનારા અધિકારીઓએ દ્વારા એક વિચાર એક ભારત ની જન કલ્યાણ તેમજ રાષ્ટ્ર કલ્યાણ ની પ્રવૃત્તિઓ બાબતે પણ સરાહના કરવામાં આવી હતી.

સૌપ્રથમ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશને આ એવોર્ડથી રાજ્યમાં જ નહિ દેશ ભરમાં પ્રથમ એવોર્ડ્સ એનયાત કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય કે જેમણે અનેકવિધ યોજનાઓ થી આ જિલ્લાના તમામ લોકો ને સેવાકીય પ્રવૃત્તિ થી તેમજ માનવતાવાદી દ્રષ્ટ્રિએ લાભાવંતીત કરનાર અધિકારી ને વંદન તથા એક વિચાર એક ભારતના પ્રથમ રાષ્ટ્રીય કાર્યક્ર્મ ‘ભારત ગૌરવ’ ના તેમજ પ્રથમ રાષ્ટ્રીય કાર્યાલય ના ઉદઘાટક માનનીય કુ. આનંદબેન ખાચર જેમણે ગીર સોમનાથ જિલ્લામાં સૈનિક સન્માન, નિવૃત ન્યાયાધીશ તેમજ એડવોકેટનું સન્માન, ગ્રામ પંચાયાત સરપંચ નું સન્માંન તેમજ કાનૂની શિબિર અને રોજગાર લક્ષી સેમિનાર અને વર્કશોપ નું આયોજન ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું હતું.

જે એક વિચાર એક ભારત નો પ્રથમ સફળ કાર્યક્ર્મ હતો, ત્યારબાદ આજે સમગ્ર રાજ્યમાં અને ભારત ભરમાં અનેક રાષ્ટ્રીય કાર્યકર્તાઓ ધરાવતું રાષ્ટ્રીય સંગઠન છે, આ ગુજરાત ગૌરવ એવોર્ડ્સ ના ખરા હક્કદાર નિયામક હોય તેમને સહર્ષ પારિતોષિક એનયાત કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારી રાવલ સાહેબ આ ઉપરાંત વેરાવળ તાલુકા મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર વેરાવળ ઉના મામલતદાર અને કોડીનાર તેમજ સુત્રાપાડા તાલુકા પોલીસ અધિકારીઓને ગુજરાત ગૌરવ એવોર્ડ્સ એનાયાત કરી બિરદાવવા માં આવ્યા છે. તેમજ આ અભિયાન અંતર્ગત ભારત દેશના તમામ રાજ્ય અને જિલ્લામાં આ એવોર્ડ્સ રાષ્ટ્રીય કામગીરી કરનાર અધિકારીઓ ને એનયાત કરવામાં આવનાર છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી તેની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્ર્મ દ્વારા અધિકારીઓ એ પોતાની વિશેષ કામગીરી બાબતે ગર્વ અનુભવી સંગઠન નો રૂણ સ્વીકાર્ય કર્યો હતો તેમજ ભવિષ્યની રાષ્ટ્રીય કામગીરી સબબ પૂર્ણ કે આંશિક સહકાર આપવા માટે સહમતિ દર્શાવી હતી. એક વિચાર એક ભારતના પ્રેરક દ્વારા ” ઑનલાઇન સિવિલ સર્વિસ પરીક્ષા ” તેમજ કાનૂની શિબિર અને સેમિનાર તથા રોજગાર લક્ષી વર્કશોપ તેમજ માર્ગદર્શન કેન્દ્ર અને પ્રોજેક્ટ વર્ક ટૂંક સમયમાં ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના યુવાનોને માટે નિ:શુલ્ક વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે મોટેભાગે તમામ અધિકારીઓ દ્વારા હકારાત્મક સૂચનો તેમજ આવકાર સાંપડયો હતો. સર્વ સમાજના યુવાનો માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ચાલુ થનાર પુસ્તકાલય બાબતે તેમજ સામાજિક સમરસતા બાબતે કલેકટર દ્વારા સંગઠના પ્રેરક તેમજ પદાધિકારીઓ ને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પોતાની વિશેષ જનહિતની કામગીરીને કારણે કલેકટર અજય પ્રકાશને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે રાષ્ટ્રીય સંગઠન દ્વારા તેમને રાજયભરમાં પ્રથમ એવોર્ડ્સ એનયાત કરવામાં આવ્યો તે ખૂબ જ ગૌરવશાળી બાબત ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ્સ માત્ર ને માત્ર રાષ્ટ્રીય કામગીરી તેમજ રાજયના સર્વગીણ જન કલ્યાણ માટે કાર્ય કરનાર અધિકારીઓ ને જ રાજ્યમાં એનયાત કરવામાં આવનાર છે. વિશેષ આ વર્ષે એક વિચાર એક ભારત દ્વારા આ વર્ષ જે રાષ્ટ્રીય કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા તે આ મુજબ છે. ‘ભારત ગૌરવ યાત્રા’ તેમજ ‘ગુજરાત ગૌરવ એવોર્ડ્સ’ તથા વર્ષ 2021/22 ને ‘રિવોલ્યુશન યર’ તરીકે ઉજવવાનુ તેમજ સમગ્ર વર્ષે દરમ્યાન રાષ્ટ્રીય ક્રાંતિકારી ના વિશેષ દિન જન્મ તેમજ પુણ્યતિથિ ઉજવવાની નક્કી કરવામાં આવે છે. તેમજ વિશ્વ ક્રાંતિ અને વિચારકો તથા ક્રાંતિકારી ઇતિહાસ વિષયક સેમિનારો તેમજ શિબિરો કરવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઍવૉર્ડ્સ દ્વારા વિશેષરૂપથી તેમજ જનતા અને રાષ્ટ્ર માટે સમર્પિત અધિકારીઓ ને બિરદાવવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં થી શરૂ કરવામાં આવેલ ભારત ગૌરવ યાત્રા ના માધ્યમથી આપવામાં આવેલ ‘ગુજરાત ગૌરવ એવોર્ડ્સ’ હવે સમગ્ર રાજ્યમાં અધિકારીઓ ને પારિતોષિક એનાયાત કરવામાં આવશે. છેલ્લા એક વર્ષે માં જન કલ્યાણ લક્ષી તેમજ રાષ્ટ્રીય કામગીરી કરનાર ઉપરોક્ત તમામ જિલ્લા તેમજ તાલુકા ના ગેઝેટેડ અધિકારીઓ ને સન્માનિત કરવામાં આવેલ છે. ઉના તાલુકાના સરકારી હોસ્પિટલના ડો. જાદવ તેમજ ટૂંક સમયમાં કોડીનાર શહેરમાં તેમજ અન્ય તાલુકા ઓ માં નામના તેમજ પ્રજા પ્રેમ પ્રાપ્તિ કરનાર તાલુકા વિકાસ અધિકારી રાણા ને આ એવોર્ડ્સ એનયાત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં રાષ્ટ્ર તેમજ નાગરિકો માટે નિષ્પક્ષ, નિ સસ્વાર્થ સેવા કરનાર અધિકારીઓને વિચાર એક ભારત દ્વારા સમગ્ર રાજ્યમાં અને દેશમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment