હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના રાટીલા ગામે વજેગઢ ગામના યુવાનની શંકાસ્પદ હાલતમાં ઘર આંગણે થી લાશ મળી આવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જે અંગે મૃતક ના પરિવારજનો પોલીસ મથક ખાતે દોડી આવી સમગ્ર ઘટના મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. જે અંગે પોલીસે મૃતકની લાશને પી એમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ કરવામાં આવ્યું હતું. પણ પોલીસે FIR મા આત્મ હત્યા થઈ હોવાનું અને લાશ સંકા શીલ હોય પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું કે ત્યારે પરિવાર લાશને સ્વીકારવાની ના પાડતાં મામલો આખરે પરિવાર અને પોલીસે લાશને અમદાવાદ બીજે મેડીકલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરવા મોકલી આપી છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના રાટીલા ગામે રહેતા પ્રવીણભાઈ વણકર વજેગઢ ગામે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જેમની લાશ આજે પોતાના ઘર આંગણે શંકાસ્પદ હાલત માં મળતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી જે અંગે ની જાણ મૃતક ના પરિવારજનો ને થતા પરિવારજનો રાટીલા ગામે દોડી આવ્યા હતા અને આ અંગે દિયોદર પોલીસ ને જાણ કરતા દિયોદર પી એસ આઈ એચ પી દેસાઇ પોલીસ ટિમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પી એમ માટે દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જેમાં મૃતક ના પરિવારદ્વારા બનાવ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જે અંગે દિયોદર પોલીસે હાલ તો એડી મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે. જો કે આ યુવાને આત્મ હત્યા કરી છે કે હત્યા કરવામાં આવી તેને લઈ સમગ્ર વિસ્તાર માં તર્ક વિતર્ક સર્જાઈ છે. જે અંગે પોલીસે તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો છે.
પરિવાર જનોના આક્ષેપ છે કે યુવાનની આત્મહત્યા નહીં પણ હત્યા કરવામાં આવી છે. જેની યોગ્ય તપાસ થાય તો ગુનેગારો પકડાય. મૃતક ના પરિવારજનો ની રજુઆત બાદ આખરે મોડી રાત્રે રી પી એમ માટે લાશ ને અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં આ યુવાન ની હત્યા કરવામાં આવી છે કે આત્મ હત્યા કરી છે તે અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર