ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખા ના કર્મચારી નિવૃત થતા કર્મચારીઓ દ્વારા વિદાય સંભારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, ડભોઈ

ડભોઈ નગરપાલિકામાં મેલેરિયા સખામાં ફરજ બજાવતા સતીષ ભાઈ સોની વાયોવૃધ્ધિ ના કારણે નિવૃત થતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વાર તેઓનું ફુલહાર કરી સમ્માન કરાયું હતું.

      સાથે સતીષ ભાઈ સોનીએ ડભોઇ નગરપાલિકાના કાર્યક્ષેત્રની અંદર મેલેરિયા શાખા ને વધુ માં વધુ સફળ બનાવવા માટે તેઓએ ઉમદા કામગીરી બજાવી હતી અને તેઓએ નિષ્ઠા પૂર્વક ઈમાનદારી થી પોતાનું કાર્યકાળ પૂરું કરતા તે બદલ ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં મહેશભાઈ પરમાર, અતુલભાઈ ભટ્ટ, સલીમભાઈ બેલીમ, સંજયભાઈ ઇનામદાર, જગદીશ ભાઈ પટેલ તથા અન્ય કર્મચારી ખાસ ઉપસ્થિત રહી સતિષભાઈ સોનીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું હતું. સાથે સતિષભાઈ સોનીનું આગામી આયુષ્ય ખુબજ તંદુરસ્ત અને સફળ નીવડે તેવી પ્રાર્થના કરાઈ હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment