આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્રિચક્રી મોટર વાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રી મોટર વાહન માટેની નવી સીરીઝ GJ-04-EL 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૩૦-૦૧-૨૦૨૪ થી તા.૦૫-૦૨-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૫-૦૨-૨૦૨૪ થી તા.૦૭-૦૨-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

 

Related posts

Leave a Comment