દિયોદર,
હરિ કૃષ્ણ ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન અને દિયોદર ગુજરાત એકમના સહયોગથી આજે દિયોદર મોર્ડન સ્કૂલ ખાતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા થી દૂર દૂર સુધીથી લાભાર્થી ના અકસ્માત થી કપાયેલા હાથ વગરના લોકોએ લાભ લીધો હતો..આ સંસ્થા દ્વારા લાભાર્થી ને આપેલા હેન્ડ સેટ ની કીમત ખૂબજ મોંઘી હોવા છતાં હરિ કૃષ્ણ ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન અને દિયોદર એકમ દ્વારા નિ:શુલ્ક હેન્ડ સેટ સેવાઓ તથા લાભાર્થી અને સાથે આવેલ સગાઓને ચા – પાણી, નાસ્તા, અને લાભાર્થીઓ પોતે પોતાના હેન્ડ સેટ થી જાતે ચમચી દ્વારા બુંદીના લાડું ખાધા હતા. સાથે લાભાર્થીઓને આવા કૃત્રિમ હાથ પોતાના જમવા, પાણી પીવા જેવી પડતી તકલીફો થી છુટકારો મળતા ખુશ જોવા મળ્યા હતા.
હરિ કૃષ્ણ ફાઉન્ડેશન બાલોતરા રાજસ્થાન ના સહયોગ થી દિયોદર એકમના ચેરમેન કંદર્ભ ભાઈ સોની, મેનેજર રવિભાઈ સોની,મનોજ ભાઈ રાઠોડ, જયદીપ સોની, નરેશ સોની, રાજેશ સોની, ગોરધન ભાઈ પ્રજાપતિ, હિતેશ પ્રજાપતિ, દુષ્યંતભાઈ પટેલ તથા સંસ્થાના સૌ સહાયક ગણ દ્વારા હેન્ડ સેટ પહેરાવ્યા હતા.
મહત્વનું છે કે હરિ કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત મા સૌ પ્રથમ વખત દિયોદર મોર્ડન સ્કૂલ ખાતે આવા કુદરતી કે અકસ્માત દ્વારા હાથ ગુમાવેલા લોકોને સંસ્થાના સહયોગથી પ્રોસ્ટેથીક હેન્ડ નાખવામાં આવ્યા હતા. આ એક હેન્ડસેટ ની બજાર કિંમત રૂપિયા 15000/-થાય છે. ત્યારે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા થી દૂર દૂર જિલ્લોઓ થી હાથ કપાયેલા અપંગ લોકોએ 50 જેટલા રજિસ્ટર નોંધણી થયેલા લોકોએ લાભ લીધો હતો. ત્યારે આ કાર્યક્રમમાં દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા કેમ્પ ની શુભેચ્છા મુલાકાત લઈ અકસ્માત મા હાથ ગુમાવેલ લોકો ઉપયોગી સારા કાર્ય ને બિરદાવી હરિ કૃષ્ણ ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકરો ને શુભેચ્છા આપી હતી.
રિપોટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર