જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ઝોનલ ઓફિસરની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર

    લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે 1 ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની કલમ–21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો મળવાપાત્ર થાય છે.

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. આથી કર્મચારી કે અધિકારીઓને તેઓને ફાળવવામાં આવેલા મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ સરકારએ આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

અનિવાર્ય સંજોગોના કારણે સુધારા હુકમને ધ્યાનમાં રાખીને અમુક કર્મચારી કે અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે. જેથી અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને કમી કરવામાં આવ્યા છે અને તેમને આપેલા અધિકાર પરત ખેંચવામાં આવે છે. તેમજ તેમના સ્થાન પર અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી–2024 અંતર્ગત આગામી તા.07/05/2024 ના રોજ થનાર મતદાનને ધ્યાનમાં રાખતા આગામી તા.04/05/2024 થી તા.09/05/2024 સુધીના સમયગાળા માટે તેઓને ફાળવવામાં આવેલા મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના સરકારએ આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવે છે.

જે અનુસાર, 76-કાલાવડ વિધાનસભા મત વિસ્તાર રૂટ નંબર 24 માં પૂર્વ અધિકારી એસ.કે.જાદવના સ્થાન પર નવનિયુક્ત અધિકારી તરીકે ડી.એચ.ભાર્ગવની નિમણુંક કરવામાં આવી છે. તેમજ સમાવિષ્ટ બૂથમાં 183, 214, 222, 223, 233,234, 231 અને 232 ભાગ નંબર રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડયા,જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Related posts

Leave a Comment