બોમ્બે રાજ્ય અને ત્યારબાદના ગુજરાત રાજ્યમાં ૧૯૫૧ થી ૧૯૮૦ સુધીની યોજાયેલી તમામ ચૂંટણી કરતા ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારો ૧૯૮૪ ની આઠમી લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા હતા

૧૯૮૪ ની લોકસભાની ચૂંટણીના લેખા જોખા

હિન્દ ન્યુઝ, આનંદ 

   ભારતની આઝાદી બાદ ૧૯૫૧ ના વર્ષમાં સમગ્ર દેશમાં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ક્રમશઃ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૭ અને ૧૯૮૪ ના વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષમાં જોઈએ તો, લોકસભાની આ પ્રથમ બે ચૂંટણીમાં બોમ્બે રાજ્ય હતું, અને બૃહદ મુંબઈ હેઠળ ગુજરાતના પ્રદેશનો સમાવેશ થતો હતો. જેના કારણે બોમ્બે રાજ્ય નીચે ગુજરાતની કેટલીક બેઠકો આવતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ૧૯૬૨ માં ગુજરાતમાં ૨૨ બેઠકો હતી, તેમાં ૧૯૬૭ માં ૨ (બે) બેઠકોનો વધારો થતાં બેઠકોની સંખ્યા ૨૪ થઈ હતી. ત્યારબાદ ૧૯૭૭ ની ચૂંટણીમાં ગુજરાતમાં વધુ ૨ (બે) બેઠકોનો ઉમેરો થતાં સમગ્ર ગુજરાતની બેઠકો ૨૬ થઈ હતી. આમ ૧૯૬૨ ની ચૂંટણીમાં ૨૨ બેઠકો ધરાવતા ગુજરાતમાં ૧૯૮૦ સુધીમાં ૨૬ બેઠકો અસ્તિત્વમાં આવી હતી.

 ગુજરાતની સ્થાપના બાદની ૧૯૬૨ ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ૨૨ બેઠકો ઉપર ૬૮ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેની સામે ૧૯૬૭ ના વર્ષમાં બેઠકો વધીને ૨૪ થતાં આ ૨૪ બેઠકો ઉપર કુલ મળીને ૮૦ ઉમેદવારો અને ૧૯૭૧ ના વર્ષમાં ૧૨૨ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ૧૯૭૭ ના વર્ષની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બેઠકો વધીને ૨૬ થઈ હતી, આ ૨૬ બેઠકો ઉપર તે સમયે ૧૧૨ ઉમેદવારો અને ૧૯૮૦ ની ચૂંટણીમાં ૧૬૯ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેની સામે ૧૯૮૪ ના વર્ષમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર કુલ મળી ૨૨૯ ઉમેદવારો ચૂંટણીનો જંગ લડ્યા હતા.

૧૯૮૪ ની આ ચૂંટણીમાં ગુજરાતના વિવિધ મતદાર વિભાગ અને તેમાં ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈએ તો, રાજ્યના ૨૬ મતદાર વિભાગોમાં મતદાર વિભાગ દીઠ ઓછામાં ઓછા ૪ ઉમેદવારો ધંધુકા, કૈરા અને બુલસરની બેઠક ઉપર અને વધુમાં વધુ ૧૯ ઉમેદવારો ગાંધીનગરની બેઠક ઉપર જોવા મળ્યા હતા.

આ ૨૨૯ ઉમેદવારો પૈકી ૩ બેઠક ઉપર ૪-૪ ઉમેદવારોએ, ૩ બેઠક ઉપર પ-૫ ઉમેદવારોએ, ૨ (બે) બેઠક ઉપર ૬-૬ ઉમેદવારોએ, ૪ બેઠક ઉપર ૭-૭ ઉમેદવારોએ, ૫ બેઠક ઉપર ૯-૯ ઉમેદવારોએ, ૧ બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ, ૨ (બે) બેઠક ઉપર ૧૧-૧૧ ઉમેદવારોએ, ૨ (બે) બેઠક ઉપર ૧૨-૧૨ ઉમેદવારોએ, ૨ (બે) બેઠક ઉપર ૧૩-૧૩ ઉમેદવારોએ, ૧ બેઠક ઉપર ૧૬ ઉમેદવારોએ અને ૧ બેઠક ઉપર ૧૯ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યા હતા.

આણંદ લોકસભા મતદાર વિભાગની વાત કરીએ તો ૧૯૮૪ ના વર્ષમાં આણંદ મતદાર વિભાગમાં પાંચ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૧ મહિલા અને ૪ પુરૂષ ઉમેદવારનો સમાવેશ થાય છે. મતગણતરી બાદ પાંચ ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી હતી.

લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં આણંદ મતદાર વિભાગમાં ૭,૨૬,૮૭૩ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૫,૦૨,૫૦૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા લોકસભાની આ ચૂંટણીમાં ૬૯.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન પૈકી ૨.૭૭ ટકા મત એટલે કે, ૧૩,૯૨૫ મત રિજેક્ટ થયા હતા. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારને ૨,૫૦,૮૭૭ (૫૧.૩૫ ટકા) મત અને હરીફ ઉમેદવારને ૧,૭૫,૭૦૪ (૩૫.૯૬ ટકા) મત મળ્યા હતા. જ્યારે અન્ય ૩ ઉમેદવારોને ક્રમશઃ ૫૬,૭૪૧ (૧૧.૬૧ ટકા) મત, ૩,૦૯૬ (૦.૬૩ ટકા) મત અને ૨,૧૬૪ (૦.૪૪ ટકા) મત મળ્યા હતા.

Related posts

Leave a Comment