લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪
હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની અઘ્યક્ષતામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે.
લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં મતદાતાઓનો એક એક મત કિંમતી છે.જેનું મહત્વ જાણીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આટલાથી નહીં અટકીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહી પર્વની ઉજવણી માટે લગ્નપ્રસંગમાં તથા અન્ય પ્રસંગોમાં સહભાગી બનીને મતદાન જાગૃતિની અનોખી પહેલ કરેલ છે.
મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અનોખી પહેલના ભાગરૂપે ખંભાત મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી કુંજલ શાહ દ્વારા ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ જલસણ ગામે લગ્ન પ્રસંગમાં સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઉપસ્થિત લોકોને લગ્ન પ્રસંગમાં ઉત્સાહભેર ભાગ લો છો, તેમ લોકશાહીના આ મહાપર્વ ચૂંટણીની ઉજવણીમાં પણ સહભાગી બની પોતાનો કિંમતી સમય ફાળવી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.