રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતાએ રાજયના મુખ્યમંત્રીને તત્કાલ પગલા લેવા રજુઆત કરી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજના પ્રેસ નિવેદનમાં જાહેર કર્યુ છે કે હવે લોકડાઉનની જરૂર નથી. પરતુ અમારું માનવું છે કે જો સરકાર કોંરોના નાથવામાં યોગ્ય પગલા નહી ભરે તો થોડા જ દિવસોમાં પ૦ હજાર ઉપર આંકડો જતો રહેશે. રાજકોટમાં ફકત એક મહિના સુધી જંગલેશ્ર્વર સિવાય અન્ય વિસ્તારમાં કોરોના ન હતો. પરંતુ જયારથી લોકડાઉનમાં અવર-જવરની છુટ આપતા રાજકોટનાં દરેક વિસ્તારોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. અને જો હજુ આવું જ ચાલુ રહેશે તો રાજકોટ અને ગુજરાતની સ્થિતિ ખુબ જ ભયંકર બનશે. ગુજરાતના તમામ લોકોના તમામ પ્રકારના ટેક્ષ માફ કરવા જોઇએ નાના અને મઘ્યમ વર્ગના લોકોને રાશન સહિત તમામ જીવન જરુરી વસ્તુની સુવિધા પણ પુરી પડવી જોઇએ. ત્યાર પછી જ લોકડાઉન નાખવું જેથી કરીને લોકોને મુશ્કેલી ઓછી પડે અને લોકડાઉનનો અમલ કરે તેમ વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment