રાજકોટ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન તા.15 જુન, સોમવાર ના રોજ ખોલવામાં આવી રહ્યો છે

રાજકોટ,

રાજકોટ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન કાજે 15 જુન, 2020 સોમવાર થી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ના દરવાજા ભક્તજનો માટે ખુલશે, દર્શન માટેની શરતો નીચે મુજબ છે …..
(1) શ્રી મંદિર માં દર્શનનો સમય સવારે 9.30 થી 11.15 અને સાંજના 4.30 થી સાંજના 6 .30 વાગ્યા સુધીનો રહેશે.
(2) 65 વર્ષથી ઉપર ના ભક્તો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને હમણાં તેઓ ને આશ્રમમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
(3) આશ્રમ માં પ્રવેશ કરનાર દરેક ભક્તજનો માટે માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે. હેન્ડ સેનિટાઇઝર આશ્રમ ના ગેટ પર ઉપલબ્ધ રેહશે.
(4) આશ્રમમાં પ્રવેશ કરતા પેહલા થર્મલ ગન થી ચકાસણી કરવામાં આવશે. શરીર નું તાપમાન ૯૯ ડીગ્રી થી વધુ જણાતા આશ્રમમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
(5) ભક્તજનો એ ઓછાં માં ઓછું 3 ફુટ નું અંતર જાળવવું ફરજીયાત છે.
(6) કોઈ પણ પ્રકાર ના મોટા સામાન સાથે પરિસરમાં પ્રવેશવાની મનાઈ છે. નાની હેન્ડ બેગ લઈ જઇ શકાશે.

(7) આશ્રમ પરિસરમાં ફોટા પાડવાની સખત મનાઇ છે.

(8) આશ્રમ પરિસરમાં થુંકવા પર સખત પ્રતિબંધ છે.
(9)  આશ્રમ પરિસર માં કોઈપણ જગ્યા એ બિનજરૂરી ફરવાની કે પ્રદક્ષિણા કરવાની મનાઈ રહેશે.
(10) સુરક્ષા હેતુ ને ધ્યાન માં રાખીને આશ્રમ માં, ચરણામૃત કે કોઈપણ પ્રકાર ના પ્રસાદનું વિતરણ બંધ રહેશે.
(11) દરેક ભક્તજનો એ શ્રીમંદિર માં ઉભા રહીને પ્રણામ કરવા નમ્ર વિનંતી, સાષ્ટાંગ પ્રણામ કરવાની મનાઈ રહેશે.
(12) શ્રીમંદિરમાં બેસી ને જપ ધ્યાન કરવા અને આરતીમાં બેસવા પર હમણાં પ્રતિબંધ રહેશે.
(13) આશ્રમ નો વિવેક હોલ અને રીડિંગ રૂમ હાલમાં બંધ રહેશે.
(14)  આશ્રમ પરિસરમાં જૂથ માં ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.
(15) વિવેકાનંદ બૂક વર્લ્ડ ઉપરોક્ત સમયે ચાલુ રહેશે. પુસ્તકાલયનો સમય સાંજના ૪.૩૦ થી ૬.૩૦નો રહેશે.
(16) સાધુઓને ચરણ સ્પર્શ કરવાની મનાઈ છે.
(17) દાન માટેનું  કાઉન્ટર બુટઘર પાસે રાખવામાં આવેલ છે. હાલમાં કાર્યાલય પરિસરમાં પ્રવેશ નિષેધ છે.

(18) ભક્તોને વિનંતિ છે કે શ્રી ઠાકુર માટેના ફળ અને અગરબત્તી નિર્દિષ્ટ પાત્રમાં જ ધરાવવા. મીઠાઈ અથવા અન્ય કોઈ ખાદ્ય વસ્તુ ધરાવવાની મનાઈ છે.

ઉપરોકત નિયમો નું પાલન કરવા સર્વે ભક્તજનો ને નમ્ર વિનંતી. ભક્તજનો ને થતી તકલીફ બદલ ક્ષમા પ્રાર્થીએ છીએ. (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)

Related posts

Leave a Comment