માતા-શિશુ આરોગ્ય માટે AMCની સતત પ્રતિબદ્ધતા!

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     વેજલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત લેવામાં આવી તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિવારણ માટે ઇન્ટ્રા-ડોમેસ્ટિક અને પેરી-ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સાથે જ બુટભવાનીના છાપરા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર “મમતા દિવસ” ઉજવી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ, પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન અને આરોગ્ય સલાહ આપવામાં આવી.

સમુદાયના આરોગ્ય રક્ષણથી લઈને માતા અને બાળક સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.

Related posts

Leave a Comment