ઢસા,
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકઅશોક કુમાર યાદવ પ્રોહી જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંતર્ગત કુલ કિ.રૂ. ૪૩,૩૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઢસા પોલીસ ટીમ. ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બોટાદ જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ્તનાબુદ કરવા પ્રોહી જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા પો.ઇન્સ. જે.વી.ચૌધરી ઢસા પો.સ્ટે. નાઓ તથા અનાર્મ પો. કોન્સ શિવરાજભાઇ હરેશભાઇ પટગીર તથા અનાર્મ પોલીસ કોન્સ. લાલભા મકનભાઇ ખેર નાઓ સાથે ઢસા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અનાર્મ પોલીસ કોન્સ શિવરાજભાઇ હરેશભાઇ પટગીર નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ઢસા જંકશન ગાયત્રીનગર વિનોદભાઇ લકુભાઇ બાખલકીયા વાળાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા ગંજી પાનાનો પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા પાચ ઇસમો (૧) વિનોદભાઇ લાખાભાઇ બાખલકીયા ઉ.વ.૫૦ રહે. ગાયત્રીનગર ઢસા જંકશન તા-ગઢડા જી.બોટાદ (૨) રવીભાઇ દેવજીભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે.રામજીમંદીર પાસે ઢસા જંકશન તા-ગઢડા જી.બોટાદ(૩) ઘનશ્યામભાઇ વિનુભાઇ ડાભી જાતે.કોળી ઉવ.૨૩ રહે. ચામુંડાનગર તા-લાઠી જી.અમરેલી (૪) યોગેશભાઇ મનજીભાઇ ડાભી ઉવ.૪૦ રહે.સંજયનગર સોસાયટી ઢસા જંકશન તા-લાઠી જી.અમરેલી (૫) અમીનભાઇ જવારભાઇ ખારાણી ઉ.વ.૩૪ રહે. રામજીમંદીર પાસે ઢસા જંકશન તા-ગઢડા જી.બોટાદ વાળાઓને રેઇડ દરમ્યાન કુલ કિ.રૂ.૨૧,૩૦૦/-ના રોકડ રકમ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ. ૨૨,૦૦૦/- ના મળી કુલ્લે કિ.રૂ. ૪૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ઢસા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ઢસા પો.ઇન્સ. તથા સ્ટાફે સરાહનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા