અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ સહિત એક મેમ્બરે અમરણાંત ઉપવાસ અને આત્મવિલોપન ની ડી.ડી.ઓ ને આપી ચીમકી

અંબાજી,

હાલમાં અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને આ વરસાદી માહોલમાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે તેમ છતાય અંબાજી ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલે ડી.ડી.ઓ. ને ૨૬-તારીખના રોજ અરજી કરી છે અને અરજી ની અંદર અમરણાંત ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી આપી છે. કલ્પનાબેન પટેલે જણાવ્યું કે અંબાજી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મખ્ખનસિંહ ચૌહાણ જે: ૩૧-૧-૨૦૨૦ નિવૃત થયા છે તેમ છતાંય પંચાયતના અમુક લોકો ની મિલીભગત ના કારણે આ મખ્ખનસિંહ ને છુટો કરવામાં નથી આવતો અને અંબાજી ગ્રામ પંચાયતના અમુક લોકો સરકારના ઉપર જઈ ખોટા ખોટા ઠરાવો કરી અને આ મખ્ખનસિંહને મલાઈ વાળા ટેબલ પર રાખવામાં આવે છે ત્યારે અમે અનેક વાર લેખિતમાં વિકાસ અધિકારી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છે તેમ છતાંય અરજી નો કોઈ નિકાલ આવ્યો નથી અને ત્રણ મહિના પહેલા પણ આ વિશેની નોંધ ઉપરી અધિકારીઓને લેખિતમાં કરી છે,
તેમ છતાંય ઉપરી અધિકારીઓના બેહરા કાને પાણી પહોંચતું નથી અને સત્તાધીશો આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. છેવટે સચ્ચાઈ ની લડત માં અમે ૨૬-તારીખે ડી.ડી.ઓ ને લેખિતમાં રજૂઆત કરી છે કે આ વિષયને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવી નહીં તો હું કલ્પનાબેન રાજકુમાર પટેલ અને મારા સાથે લલીતાબેન એસ.પટેલ અમરણાંત ઉપવાસ ઉપર જિલ્લા પંચાયત કચેરી બહાર બેસીશું અને જો તેમ છતાં પણ કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપન કરતાં પણ હિચકિચાઈશુ નહીં અને આત્મવિલોપન કરીશું તો તેની સંપૂર્ણ જવાબદારી આપ ની રહેશે, તેવું પણ કલ્પનાબેન પટેલે જણાવ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશો ના બહેરા કાને પાણી પડતું નથી અને આ ગંભીર બાબત ને ધ્યાને કેમ નથી લેવાતી તે પણ ખબર નથી પડતી જ્યારે અનેકવાર ખોટા ઠરાવો કરી અને સરકારી થી ઉપર જઈ અને આ મખ્ખન સિંહ ને અહી આ મલાઈ વાળી ખુડસી પર ચોંટાડી રખાય છે ત્યારે પુરી પંચાયત ની બોડી સુપરહિટ થાય તેવા એંધાણ પણ અહીં વર્તાઇ રહ્યા છે હવે જોવું એ રહ્યું કે આગળ શું થાય છે અને એટલું જ નહીં કલ્પનાબેન પટેલએ ભાજપ ના મહિલા અગ્રણી પણ છે ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પગલાં નહીં લેવાય તો ૩-તારીખે ભાજપા ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અંબાજી થી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરવાના છે તેમને પણ અમે રજૂઆત કરીશું અને કડક પગલાં ભરાય તેવી માંગણી કરીશું અને તેમ છતાં જો કોઈ પગલાં નહીં લેવાય તો 15 દિવસની અંદર અમારી અરજીઓનો નિકાલ નહી આવે તો અમે જિલ્લા પંચાયત કચેરી આગળ આમરણાંત ઉપવાસ અને આત્મવિલોપન કરીશુ.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment