હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદમાં દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસરશ્રી ઇરા ચૌહાણ દ્વારા ઝાલોદ તાલુકાના કારઠ ખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન સવાર અને બપોરનો નાસ્તો કાચો , ખાવાલાયક ન હતો આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટ્રેકર એપ્લિકેશન પ્રમાણે કુલ્લ ૭૫ બાળકો નોધાયેલ હતા પણ મુલાકાત દરમ્યાન આંગણવાડીનો એક પણ બાળક હાજર ન હતો તેના બદલે શાળાએ જતા બાળકો હાજર હતા.
ઉપરાંત આંગણવાડી કેન્દ્રને સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલ વાસણ, પુસ્તકો, સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરવામાં આવેલ નથી આમ, આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજના નો મૂળહેતુ મુજબ લાભાર્થીઓને પુરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે જે તા.૨૫/૧૧/૨૦૧૯ ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તે કામગીરીમાં રસ નાં હોય તો તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી આ બાબતે રૂબરૂ ખુલાસો કરવા માંગવામાં આવેલ હતો
જે મુજબ કારઠ ખેડા-૧ આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ સેવેલ છે તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનતી કરેલ હતી તેમજ ખાધ્યસામગ્રીના અને અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે રૂપિયા ૫૮,૪૪૮/- (અંકે અઠાવન હજાર ચારસો અડતાલીસ પુરા)ની રીકવરી સરકારના સદરે ભરેલ હતી. તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં નહિ કરવાની લેખિતમાં બાહેધરીઆપતા તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવેલ હતી.
