લીમખેડા તાલુકાના કંબોઈ ૪ આંગણવાડી કેન્દ્રનીદાહોદ આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ

હિન્દ ન્યુઝ, લીમખેડા

      લીમખેડા તાલુકાના કંબોઈ ૪ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ.

     મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર/તેડાગર બંને હાજર હતા આંગણવાડીમાં 11.30 કલાકે પોષણ ટ્રેકરમાં કુલ્લ નોધાયેલ બાળકો ૬૯ પૈકી ફક્ત ૭ બાળકો હાજર હતા. આંગણવાડી કેન્દ્ર પર મમતા દિવસ ચાલી રહ્યો હતો જેથી સગર્ભા બહેન અને ધાત્રી માતાઓ કુલ્લ મળી ૫ બહેનો બાળકો સાથે રસીકરણ માટે હાજર હતા.

    પોષણ ટ્રેકરમાં સગર્ભા-૪ ધાત્રી માતા- ૫ અને સાત માસથી ત્રણ વર્ષના ૪૧ અને ૩ થી ૬ વર્ષના ૨૮ બાળકો, કિશોરી ૧૯ આવેલ છે. કબોઈ ગામમાં કુલ્લ ૮૨ સગર્ભા નોંધાયેલી છે અને આંગણવાડી વિસ્તારમાં ૧૮ સગર્ભા બહેન આવેલ છે પરંતુ ફકત ૪ સગર્ભાબહેનો ને લાભ આપવામાં આવે છે અને બાકીના લાભાર્થીની નોધણી કરી લાભ આપેલ નથી.

     આંગણવાડી કેન્દ્રમાં નિયમિત રીતે દૂધ સંજીવની યોજના અતેર્ગત દૂધ અને પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવે છે કે કેમ ? પરંતુ હાજર બહેનો ને રૂબરૂ પૂછવામાં આવતા તેઓને દૂધનો કે પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવતો નથી. THR ૧૬/૧૧/૨૦૨૫ તારીખના રોજ મળ્યો હોવા છતાં લાભાર્થીને વિતરણ કરેલ નથી. બાળકોને દૈનિક કરાવવાની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિના વિડીયો પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીધા વર્કર ને મોકલવામાં આવે છે તે પાંચ પ્રવૃત્તિ પૈકી કોઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવતી નથી. પ્રવૃતિની પુસ્તિકા અને રમકડા ઉંદર દ્વારા નાસ કરેલ છે અને અન્ય રમકડાનો પણ ઉપયોગ કાર્લ નથી અને જે કરેલ છે તે પણ યોગ્ય રીતે ઉપયોગ અને જાળવણીના અભાવે વાપરવા લાયક નથી રહ્યા .

     આંગણવાડી કેન્દ્રના સુદ્રઢીકરણ માટે આપવામાં આવેલ વાસણ, પુસ્તકો, સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરવામાં આવેલ નથી આમ, આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજના નો મૂળહેતુ મુજબ લાભાર્થીઓને પુરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે જે તા.૨૫/૧૧/૨૦૧૯ ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તે કામગીરીમાં રસ નાં હોય તો તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી આ બાબતે રૂબરૂ ખુલાસો કરવા માંગવામાં આવેલ છે.

Related posts

Leave a Comment