દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૧-૦૭-૨૦૨૩થી તા. ૧૪-૦૭-૨૦૨૩ દરમ્યાન ૧૬ રેંકડી/કેબીન અને ૪૩૫ બોર્ડ બેનરો જપ્ત તેમજ રૂ. ૧,૮૩,૬૭૫/- નો વહીવટી ચાર્જ / મંડપ-કમાન, છાજલીનો ચાર્જ વસુલ કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૧/૦૭/૨૦૨૩ થી ૧૪/૦૭/૨૦૨૩ સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ ૧૬ રેકડી/કેબીન તે લાખાજીરાજ રોડ, મવડી મેઈન રોડ, ધરમ સિનેમા રોડ, છોટુનગર આંગણવાડી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન માંથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૭૮ પરચુરણ ચીજ વસ્તુઓ પારુલ ગાર્ડૅન હોકર્સ ઝોન, જ્યુબેલી, જંકશન રોડ, પોસ્ટ ઓફિસ રોડ, લાખાજીરાજ રોડ, ગુજરી બજાર, હોસ્પિટલ ચોક, ઢેબર રોડ, પાસેથી જપ્ત કરવામાં આવેલ., ૭૫  કિલો શાકભાજી/ફળ જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ, પંચાયત ચોક પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. ૮,૧૭૫/- મંડપ કમાન છાજલી ભાડુ તે એસ્ટ્રોન ચોક, નંદનવન મેઈન રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે. રૂ. ૧,૭૫,૫૦૦/- વહિવટી ચાર્જ તે સંતકબીર રોડ, ભાવનગર રોડ,પધ્યુમન પાર્ક, જુનો પેડક રોડ, આજી ડેમ રોડ, જિમખાના ચોક, કોર્ટ ચોક, રેસકોર્ષ, આનંદબંગલા ચોક, ધરમ સિનેમા રોડ, ચંદ્રેશનગર પરથી વસુલ કરવામાં આવ્યો હતો, ૪૩૫ બોર્ડ-બેનર તે પારેવડી ચોક, બહુમાળી ભવન રોડૅ, સદર બજાર, લિમડા ચોક,જિમખાના રોડ, ફુલછબ ચોક, હરીહર ચોક, યાજ્ઞિક રોડ, એરપોર્ટ રોડ, ચૌધરી સ્કુલ રોડ પરથી જપ્ત કરેલા છે.

Related posts

Leave a Comment