હિન્દ ન્યુઝ, રાજકોટ
અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવા એઈમટ્રોન ફાઉન્ડેશનના માધ્યમથી સામાજિક-વિકાસ અર્થે આરોગ્ય, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ટ્રેનીંગ, આર્ટક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ, યુવાનો, બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
એઇમટ્રોન ફાઉન્ડેશન મારફત આગામી તારીખ – ૨૯/૦૭/૨૦૨૩ના રોજ પોપ્યુલર સ્કૂલ ખાતે “એઇમટ્રોન લાઇબ્રેરી” શરૂ કરવામાં આવી રહી છે. અમેરિકાની સંસ્થા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ (ત્રંબા) જેવડા નાના ગામમાં લાઇબ્રેરી શરૂ કરી રહ્યા છે જે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એઇમટ્રોન લાઇબ્રેરીનો ઉપયોગ ગામના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ દરેક લોકો કરી શકશે. લાઈબ્રેરીના પુસ્તકો અનેક વિષયો જેવાકે ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, નવલકથાઓ, ભારત અને અનેકવિધ દેશોનો ઇતિહાસ અને જીવન પ્રણાલી, UPSC અને GPSC ની પૂર્વ તૈયારીને લગત પુસ્તકોનો ઉપલબ્ધ કરવામાં આવશે આ પુસ્તકોનો ઉપયોગ બાળકો, યુવાનો અને મહિલાઓ એક અઠવાડિયા માટે ઘરે લઈ જઈ શકશે વાંચન થયા બાદ અઠવાડિયા પછી પુસ્તક જમા કરાવી મન પસંદ પુસ્તક લઈ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દૈનિક ન્યુઝ પેપર લાઇબ્રેરીમાં બેસીને લોકો વાંચી શકશે. અમેરિકા સ્થિત મુકેશભાઈ એવું સ્પષ્ટ રીતે માને છે કે, વાંચનથી વિચાર બદલાય છે, વિચારથી વ્યવહાર બદલાય છે, વ્યવહારથી વ્યક્તિ બદલાય છે અને જો વ્યક્તિ બદલાય તો સમાજ આપોઆપ બદલાય છે. આવા ઉમદા વિચાર ધરાવતા એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા મુકેશભાઈ આગામી તારીખ – ૨૯/૦૭/૨૦૨૩ના રોજ ભારત આવી રહ્યા છે ત્યારે પોપ્યુલર સ્કૂલ ત્રંબા ખાતે મુકેશભાઈ વાસાણીના હસ્તે એઇમટ્રોન લાઈબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવશે. આ ઉમદા કાર્યથી ગામના બાળકોનું માનસિક વિકાસ અને ઘડતરમાં ખૂબ આશીર્વાદ રૂપ બનશે.