સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ તાલુકાના ચામોડા ગામે રોડ સાઈડમાંથી દૂર કરાયા ગાંડા બાવળ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં પૂરઝડપે કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા અભિયાનના આ ઉપક્રમે જિલ્લાના વિવિધ ગામોમાં થીમ આધારિત સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચામોડા ગામે ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

 

નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં બસ સ્ટેશનરેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોની સફાઈ, તેમજ મહાનુભાવોની મૂર્તિ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી છે અને હવે થીમ આધારીત બાવળની પ્રુનીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વેરાવળ તાલુકાના ચામોડા ગામે રોડ સાઈડ માંથી ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment