બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં જૂના નાવડા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

            વિશ્વ પર્યાવરણ દિવસનાં અનુસંધાને બોટાદ જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

            ત્યારે બરવાળા તાલુકાનાં જૂના નાવડા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે માસિક સ્વચ્છતા દિવસ થીમ અંતર્ગત “માસિક અંગે ખુલીને વાત કરો, ચુપકીદી તોડો હવે તો બોલો” અને પ્લાસ્ટિકની બેગના બદલે રોજિંદા વપરાશમાં કાપડની થેલીનો વપરાશ વધારવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં અને સાથે સાથે કાપડની બેગોનું ટીમ એસ.બી.એમ.જી દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચ, તલાટી, ગ્રામ પંચાયત સભ્યો અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્ટાફ હાજર રહ્યાં હતાં.

                        

Related posts

Leave a Comment