હળવી પણ સતત અને નિયમિત કસરત શરીર

હળવી કસરતો કરો અને રહો ફિટ

હિન્દ ન્યુઝ, બોટાદ

               મેદસ્વીપણું એટલે કે અતિશય વજન હોવું કે જે આજે ઘણાં લોકોમાં જોવા મળે છે અને તે ગંભીર આરોગ્યની સમસ્યા બની ગયું છે. જીવનશૈલીમાં થયેલાં ખોટા ફેરફારો, બહારનું ખાવાની ટેવો અને વ્યાયામનો અભાવ જેવી અનેક બાબતોને કારણે લોકો મેદસ્વિતાનો શિકાર બની રહ્યાં છે. તેથી જ, મેદસ્વિતાથી મુક્તિ મેળવવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હળવી કસરતો કે જેને અંગ્રેજીમાં લાઈટ એક્સરસાઈઝીસ કહેવાય છે તે શરુઆત કરવામાં માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, ખાસ કરીને તેમનાં માટે જેઓએ હજુ સુધી ક્યારેય કસરત કરી નથી કર્યો અથવા જેમનાં માટે તીવ્ર ક્સરતો કરવી શક્ય નથી. 

            હળવી કસરતોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરને ધીમે ધીમે સક્રિય બનાવે છે. ચાલવું, સાઈકલ ચલાવવી, યોગ અને સ્ટ્રેચિંગ જેવી હળવી કસરતો શરીરનાં ચયાપચયને સક્રિય કરે છે, જેનાથી વધુ કેલરી બર્ન થાય છે અને ચરબી ઘટે છે. ખાસ કરીને સવારે થોડીવાર માટે ચાલવાનું કે યોગાસન કરવું પણ મેદસ્વિતાને દૂર કરવાની દિશામાં એક ઉત્તમ પગલું બની શકે છે. હળવી કસરતો માત્ર શરીર માટે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તે તણાવ ઘટાડે છે, મનને શાંત કરે છે અને વ્યક્તિને વધુ સકારાત્મક બનાવે છે. 

             વ્યસ્ત જીવનશૈલીમાં પણ દિવસમાં રોજ ૩૦ મીનીટ હળવી કસરતો કરવી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ઘણાં તબીબો અને પણ માને છે કે હળવી પણ સતત અને નિયમિત કસરત શરીર ઉપર લાંબાગાળે અસરકારક ફળ આપે છે. 

                  હળવી કસરત દ્વારા જ્યારે વ્યક્તિ શરીરમાં થતો ફેરફાર અનુભવવા લાગે છે ત્યારે તે વધુ પ્રેરિત થાય છે. આ પ્રેરણા તેને વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં આગળ ધપાવે છે. ઉદાહરણ તરીકે, રોજ ચાલવાથી આરંભ કરનાર વ્યક્તિ થોડાં સમય પછી ઝડપી ચાલવાનું અથવા થોડીવાર દોડી પણ શકે છે. આ રીતે, તે પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધે છે અને વજન ઘટાડવામાં સફળતા મેળવે છે. 

              વજન ઘટાડવું માત્ર સારા દેખાવ માટે જ નહીં, પણ અનેક આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓથી બચવા માટે પણ જરૂરી છે. ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ, હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ મેદસ્વિતાથી સીધો સંબંધ ધરાવે છે. હળવી કસરતોથી માત્ર વજન જ ઓછું થતું નથી, પણ હૃદય અને ફેફસાં પણ વધુ મજબૂત બને છે. આખરે, હળવી કસરતો એ મેદસ્વિતા સામેની લડતમાં સૌમ્ય પરંતુ અસરકારક હથિયાર છે. સતત પ્રયાસ, નિયમિતતા અને ધીરજ દ્વારા વ્યક્તિ પોતાનાં જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવી શકે છે. માટે આજથી જ, હળવી કસરતો કરો અને વજનદારમાંથી હળવા બનો.

Related posts

Leave a Comment