રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનું સુદૃઢ માળખું અને પોલીસ કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા !

હિન્દ ન્યુઝ, આણંદ

    ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસનને વધુ સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં આગળ વધતા આજે આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે.

આ સાથે નડિયાદ જિલ્લા જેલ, બિલોદરા (ખેડા) ખાતે આપણી રક્ષામાં ખડેપગે રહેતા પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત સી-૦૮ તથા બી-૧૬ (P+૬) કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું.

આપણા પોલીસ જવાનો નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમના પરિવારોને શ્રેષ્ઠ રહેણાંક અને માળખાકીય સુવિધાઓ આપવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મને વિશ્વાસ છે કે આ નવીન સુવિધાઓથી સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનિક કાર્યક્ષમતામાં વધારો થશે.

Related posts

Leave a Comment