ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ તારીખ ૦૪-૧૧-૨૦૨૩ના રોજ સોમનાથ મંદિર ખાતે દર્શન કરશે. ઉપરાંત ડાભોર-વેરાવળ રોડ ખાતે રેલવે ક્રોસિંગની બાજુમાં નવનિર્મિત વિમ્સ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રીના વરદ્હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. સૌ પ્રથમ મુખ્યમંત્રી કેશોદ ખાતે એરપોર્ટથી સોમનાથ હેલિપેડ ખાતે આવશે અને ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવશે. જે પછી ગીર સોમનાથ જિલ્લાની અદ્યતન સુવિધાઓથી સજ્જ મા અને આયુષ્માન ભારત યોજના હેઠળ પણ સારવાર આપતી 40,000 સ્ક્વેરફૂટના બાંધકામ સાથેની નવનિર્મિત વિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રીશ્રીની ગીર સોમનાથ મુલાકાત પૂર્વે ગીર સોમનાથ અધિક જિલ્લા કલેક્ટર…

Read More

આરોગ્ય શાખા સાથે બેઠક યોજી આરોગ્યલક્ષી સેવાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

હિન્દ ન્યુઝ, રાજકોટ        તા.૦૩/૦૭/૨૦૨૩         રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની વિદાય બાદ હવે શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય રોગ પ્રસરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક પ્રયાસો થાય તે સુનિશ્ચિત કરવાના આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને તમામ આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસરઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કમિશનર એ વર્તમાન ઋતુમાં મચ્છરજન્ય અને અન્ય રોગચાળો પ્રસરે નહીં તે બાબત પર વિશેષ ભાર મૂકી ગંભીરતાથી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા…

Read More

વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને અનુલક્ષીને વન – ડે – થ્રી – વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરનાવોર્ડ નં. ૧૦, ૧૩, ૧૫ માં વહિકલ માઉન્‍ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  હાલમાં વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમિશન સિઝન છે. તથા તાપમાન અને ભેજવાળા અનુકુળ વાતાવરણને કારણે મચ્છરોનો ઉ૫દ્રવ રહે છે. તથા આવા વાતાવરણમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસો વઘુ નોંઘાય છે. વાહકજન્ય રોગોનું વઘુ ટ્રાન્સમિશન થતુ અટકાવવા દરેક સ્તરે સતત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી માટે ‘’વન-ડે-થ્રી-વોર્ડ’’કાર્યક્રમ અંતર્ગતતા.૦૨/૧૧/૨૦૨૩ વોર્ડ નં. ૧૦, ૧૩અને ૧૫ માં વહિકલ માઉન્ટન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગકામગીરી કરવા આવેલ. આ કામગીરી હેઠળવોર્ડ નં. ૧૦ માં જલારામ – ર, શીવસંગમ સોસા., નવીનનગર, આફ્રિકા કોલોની, અમૃતા સોસા., રાવલનગર, કૈલાશનગર, કૈલાશઘારા, દર્શન…

Read More

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર         લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.   રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.04/11/2023 અને તા.02/12/2023 એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર હવે તા.04/11/2023ના બદલે તા.26/11/2023(રવિવાર) તથા તા.02/12/2023ના બદલે…

Read More

છોટાઉદેપુરની તમામ છ તાલુકા પંચાયતમા રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યુ

સ્વચ્છતા હી સેવા હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર          દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.          જે અંતર્ગત આજે તા.૩-૧૧-૨૦૨૩ના રોજ જીલ્લા પંચાયતની કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ, ભંગારનો નિકાલ અને જુના વાહનોની હરાજી સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા એ પ્રમાણે આજે સંખેડા તાલુકા પંચાયત, નસવાડી…

Read More

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આગામી ૬ નવેમ્બરે આયુષ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર        જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી ૬ નવેમ્બરના રોજ છોટાઉદેપુરનાસ્વામીનારાયણ હોલ, ફતેહપુરા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.         આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના નેતૃત્વ તેમજ જિલ્લા વિકાસ અધિકારી-છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ભરૂચ જિલ્લામાં આગામી ૬ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુષ મેળામાં આયુર્વેદ આધારિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનારા છે. જેમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન…

Read More

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, જામનગર        લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝુંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.4/11/2023 અને તા.02/12/2023 એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર હવે તા.04/11/2023ના બદલે તા.26/11/2023(રવિવાર) તથા તા.02/12/2013ના બદલે તા.09/11/102…

Read More

જામનગર જિલ્લાની વ્યાયામ શાળાઓ અનુદાન આપવાની યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવવા માટે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર          ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વરા જિલ્લાઓમાં ચાલતી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાની વ્યાયામ (અખાડા) શાળાઓ માટે અનુદાન આપવાની યોજના અમલમાં હોય જેથી જામનગર જિલ્લામાં બંધારણીય રીતે સ્થાપિત થયેલા અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓ જો અનુદાન મેળવવા માંગતી હોય તો જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડિંગ, જિલ્લા પંચાયત સામે જામનગરનો ૭ દિવસમાં સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

ધ્રોલ તાલુકામાં આગામી 22 નવેમ્બરે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર          સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.ર૨ નવેમ્બરના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રાંત અધિકારી ધ્રોલના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી અરજદારોએ આગામી તા.1 નવેમ્બર સુધીમાં…

Read More

કાલાવડ ખાતે ઈન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ-૨૦૨૩ અંતર્ગત તાલુકા કક્ષાના મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ         ઈન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ-૨૦૨૩ અંતર્ગત એ.પી.એમ.સી. કાલાવડ ખાતે તાલુકા કક્ષાના મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી અવનવી વાનગીઓના સ્ટોલ બનાવવામાં આવેલ તે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલ સાથે સાથે કાર્યક્રમમાં કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, આરોગ્ય એસ.બી.આઈ બેંક, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતનો સ્ટોલ તથા એપ્રો સંસ્થા, જી.એ.ટી.એલ.રિદ્ધિ સિદ્ધિ ફાર્મ જુવાનપર, ધ ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી સહીત કૃષિ પ્રદર્શનના સ્ટોલનું પ્રદર્શન બહોળી સંખ્યામાં ખેડૂતોએ તેમજ મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના હસ્તે…

Read More