જામનગર જિલ્લાની વ્યાયામ શાળાઓ અનુદાન આપવાની યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવવા માટે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

         ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વરા જિલ્લાઓમાં ચાલતી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાની વ્યાયામ (અખાડા) શાળાઓ માટે અનુદાન આપવાની યોજના અમલમાં હોય જેથી જામનગર જિલ્લામાં બંધારણીય રીતે સ્થાપિત થયેલા અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓ જો અનુદાન મેળવવા માંગતી હોય તો જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડિંગ, જિલ્લા પંચાયત સામે જામનગરનો ૭ દિવસમાં સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment