હિન્દ ન્યૂઝ, મોડાસા
અરવલ્લી જિલ્લામાં અગીયારમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ની જિલ્લા કક્ષાની ઉજવણી તા.૨૫ મી જાન્યુઆરી-૨૦૨૧ ને સોમવારના રોજ થનાર છે. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા વર્ષ-૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જિલ્લા કક્ષાનો કરી ક્રમ જિલ્લા ભવન ખાતે યોજાશે અને કોરોનાની ગાઈડ લાઇન મુજબ યોજાશે. દરેક પત્રકાર મિત્રોને સૂચિત કરવામાં આવ્યા કે, આ સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા e-epic નું લોન્ચિંગ પણ કરવામાં આવશે. મતદાતા મથક પર લાવવા અને જાગૃત કરવા અને હાઇલાઇટ પણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
મતદાર યાદીમાં ૧૮ થી ૨૦ વર્ષના નવા નોંધાયેલ મતદારોનુ કલેકટર અને મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવશે તેમજ વયોવૃધ્ધ નાગરીકો, ભારતીય ફોજના જવાનો, નાયબ કલેકટર, મામલતદાર, નાયબ મામલતદાર, મતદાર સાક્ષરતા કે તેમની નોડલ અધિકારી, કેમ્પસ એમ્બેસેડર , બી.એલ.ઓ.સુપરવાઇઝર, બી.એલ.ઓ વિગેરેનું પણ સમ્માન કરી, લોકશાહીના આ પર્વની ઉજવણી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે તેમજ તાલુકા કક્ષાએ આ ઉજવણી મામલતદારી દ્વારા તેમજ તમામ મતદાન મથક સ્થળો પર પણ જે તે બી.એલ.ઓ, સરપંચ, તલાટી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવનાર છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણીપંચ દવારા e – EPIC નું લોન્ચિંગ પણ થનાર છે. જેને નવા મતદારો કે જેમનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ છે તેનો આ e- EPIC ને pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશે. e – EPic માટે Voter Helpline Mobile app ( Android / iOS ) , https://voterportal.eci.gov.in/ , https://nvsp.in/ toilu ડાઉનલોડ કરી શકાશે, ૧ લી ફેબ્રુઆરી ૨૦૨ ૧ થી દેશના તમામ મતદારો આ -EPIC -ની સુવિધાનો ઉપયોગ કરી શકશે, તો જિલ્લાની જનતાને આ કાર્યક્રમમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા કલેકટર અરવલ્લીની અપીલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા