હિન્દ ન્યૂઝ, મહુવા
તા.22, મહુવા તાલુકામાં ઘણા સમય ગાંધી બાગ થી કુબેર બાગ અને કુબેર બાગ થી હેવન હોટલ સુધી રોડ એકદમ ખરાબ હાલત મા છે અત્યારે તે રસ્તા ઉપર થી જઈ તો તેવું લાગે જાણે જંગલમાં ઊંટ સવારી કરતા હોય પણ તંત્ર કે નગર પાલિકા ના અધિકારીઓ ને તો જાણે મહુવા ના રહીશો ને પરવા ના હોય તેમ અજાણ છે અને કોઈ પણ પ્રકાર નું ધ્યાન આપતું નથી. તેવા પેવેલિયન શાક માર્કેટ જવાના રસ્તા ઉપર કેટલાય સમય થી ભૂવો પડી ગયો છે. તે પણ હજી સુધી પુરાણ કર્યો નથી જયારે રહીશો પાસે થી ટેક્સ લેવાનો હોય ત્યારે નોટિસ મોકલે ટેક્સ બાકી છે. પણ જ્યારે રોડ રસ્તા બનાવવા ના હોય ત્યારે જાણે અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે. થોડા સમય જ પહેલા રસ્તો બનાવવા નું કામ શરુ તો કર્યું પણ ખાલી જુના બગીચા ચોક થી વાસી તળાવ અને સિટીઝન ગેસ્ટહાઉસ થી હોટલ હેવન સુધી રસ્તો બનાવી પડતો મૂક્યો જ્યારે ગાંધી બાગ થી કુબેર બાગ હેવન હોટલ સુધી નો મેન રોડ છે. દરરોજ તે રોડ ઉપર મામલતદાર, ડેપ્યુટી કલેકટર બીજા અસંખ્ય અધિકારીઓ નું આવનજાવન હોય છે તથા ત્યાં થી ડાયમંડ નગર જવાનો રસ્તો છે. દરરોજ ના હજારો રત્ન કલાકારો ત્યાંથી જ આવે છે. છતાંય નિંદ્રાધીન તંત્ર ને રહીશો ની પડી જ નથી. મહુવા ના રહીશો મા ઘોર નિદ્રાધીન તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. સાથે જોવા નું રહ્યું કે આ ઘોર નિદ્રાધીન તંત્ર ક્યારે જાગશે અને રોડ રસ્તા નું કામ ક્યારે શરુ કરશે ?
રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા