સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ બગસરા કોંગ્રેસ સમિતી દ્વારા જનસંપર્ક અભિયાન

હિન્દ ન્યૂઝ, અમરેલી

અમરેલીના બગસરા તાલુકા અને શહેર માં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ બગસરાના વિજય ચોક માં આવેલ જેપી પ્લાઝામાં રાખવામાં આવી હતી. આ મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે.રૈયાણી જિલ્લા પ્રભારી ઠુંમર અને બગસરા શહેર પ્રમુખ ચિરાગ પરમાર, કોંગ્રેસના બગસરા સમિતિના દરેક કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી.

આ મિટિંગમાં ભૂતકાળમાં થયેલી કોંગ્રેસને ભૂલો સુધારી ફરી વાર બગસરા નગરપાલિકા અને સીટો જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના દરેક કાર્યકરને કોંગ્રેસ પાર્ટી વતી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ટિકિટને ફાળવણી થયા બાદ કોંગ્રેસ દ્વારા લોકોના દરેક પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા કોંગ્રેસ પૂરેપૂરી મહેનત કરશે તેવી ખાતરી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી એ આપી હતી.

રિપોર્ટર : મનજી પરમાર, અમરેલી

Related posts

Leave a Comment