હિંમતનગર તાલુકા ખાતે વિજાપુર રોડ પોલાજપુર પાટીયા પર બે ગાડીઓ વચ્ચે અકસ્માત

હિન્દ ન્યૂઝ, સાબરકાંઠા

વિજાપુર રોડ ઉપર આવેલ પોલાજપુર પાટિયાના બનાવ વારંવાર સંભળાય છે. ખરેખર આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે. કારણ કે આ ઘટના દરમ્યાન બે ગાડીના સભ્યો મોટી જાનહાની થતાં બચી ગયા. એક વાઈટ કલરની Wagoner ગાડી નંબર GJ01 KY 5152 આગળથી કોઈક સાધન આવતા બ્રેક મારતા પાછળ બ્લેક કલરની ગાડી નંબર- GJ 36 R 2719 મહેન્દ્રા એક્સયુવી ઠોકાતા બંને ગાડીઓનું ભારે નુકસાન થયું છે.

આ એક્સિડન્ટમાં મોટી જાનહાની થઈ નથી. આગળની ગાડીનાં વાહનચાલક અમદાવાદ નાં હતા અને પાછળના મહેન્દ્રા એક્સયુવી ગાડીના ચાલક રાજસ્થાન ના હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત થનાર વાહનચાલકોએ આપ-મેળે સમાધાન કરીને ઘટના સ્થળે જ સુલો કર્યો.

રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Related posts

Leave a Comment