જેતપુર ના થાણાગલોળ ગામ પાસે થી થયેલ લૂંટ ના આરોપી ને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

હિન્દ ન્યૂઝ, જેતપુર

જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ પાસે બારેક દિવસ પૂર્વે ઉપલેટાના એક વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી કાર સહિત કુલ રૂ. ૨.૯૦ લાખની મુદ્દામાલની લૂંટ ચલાવ્યાની ફરીયાદમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો હતો. મોજશોખ પુરા કરવા માટે પૈસા વપરાય જતાં પોતાના બે મિત્રો સાથે મળી લૂંટનું આખું તરકટ રચ્યું હોવાનું એલસીબીની તપાસમાં ખુલ્યું હતું.

ઉપલેટા શહેરમાં જુના જકાત પાસે રહેતા અને નીરવ દિનેશભાઇ ચાવડા ગત તારીખ ૧૧ના સાંજના આઠેક વાગ્યાના સુમારે પોતાની કાર લઇને જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામના જેતપુર રોડ પરથી પસાર થતાં હતાં. ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેને ઉભો રાખી હુમલો કરી ખીચ્ચામાંથી ત્રીસ હજાર રોકડા, મોબાઈલ તેમજ મોટર કાર સહિત કુલ રૂપિયા ૨.૯૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવ્યાની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ફરીયાદની ગંભીરતા જોતા જીલ્લા પોલીસવડા દ્વારા એલસીબીને તપાસ સોંપી હતી. જેમાં એલસીબીને શરૂઆતથી જ આરોપીની ફરીયાદ સામે શંકા હોવાથી ફરીયાદી પાસે બીજો મોબાઈલ છે તેની કોલ ડિટેઇલ કઢાવતાં આખો લૂંટનો બનાવ મનઘડત હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ફરીયાદી નીરવને બોલાવી તેની ઉંડાણ પૂર્વક તપાસ કરતા નિરવે પોતાના મોજશોખ પૂર્ણ કરવા માટે પોતાના મિત્રો પ્રકાશ ગોવિંદભાઈ વારોતરીયા રહે મૂળ ઉપલેટા હાલ અમદાવાદ અને જીતેન્દ્ર રમણીકભાઈ અગ્રાવત રહે ઉપલેટાવાળાઓ સાથે મળી સમગ્ર લૂંટનો પ્લાન ઘડેલ હોવાની કબૂલાત આપતા પોલીસે કાર, મોબાઈલ તેમજ લૂંટમાં બતાવેલ ત્રીસ હજાર રૂપિયા કબ્જે કર્યા હતા.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment