હિન્દ યુઝ, ગીર સોમનાથ
90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય દ્વારા વેરાવળ પાટણ શહેર નગરપાલિકા ચૂંટણી ને લઈ મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પેરાઈ ને વેરાવળ શહેર ના નામાંકિત ડોકટર યોગેશભાઈ ધોળકિયા, કોંગ્રેસ ની વિચારધારા સાથે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. સાથોસાથ વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ ઉમેશભાઈ લોઢીયા, અને વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના મંત્રી મોહસીનભાઈ ખાન પઠાણ તથા તેમની ટીમ અને વેરાવળ ના નામાંકિત પત્રકાર યોગેશભાઈ સતીકુવર, સામાજીક કાર્યકર ભગીરથસિંહ વાધેલા, ઉર્વેશભાઈ ત્રિવેદી, ભાવનાબેન ગોંડલિયા, જ્યોતિબેન ગૌસ્વામી, વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સંબોધન કરતાં કહ્યું હતું કે આવનાર વેરાવળ નગરપાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ મજબૂત રીતે ચૂંટણી લડશે અને ચોક્કસ પણે વેરાવળ નગરપાલિકા માં કોંગ્રેસ નું શાસન આવશે અને વેરાવળ પાટણ શહેર ને સ્વચ્છ સુંદર અને વિકાસ શીલ બનાવવા માટે બાહેંધરી આપેલ હતી અને આવનારા દિવસોમાં આગેવાનો અને યુવાનો કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડાય તેવું જણાવેલ હતું.
આ મિટિંગમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની અધ્યક્ષતામાં તમામ સમાજ ના આગેવાનો, વેરવળ પાટણ શહેર કોંગ્રેસ પરિવાર ના વરિષ્ઠ આગેવાનો, ગીર સોમનાથ જિલ્લા ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ, ગીર સોમનાથ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ, વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ, વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ, નગરપાલિકાના સભ્યઓ તથા વેરાવળ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ અને યુવાનો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતા.