હિન્દ ન્યુઝ, ગાંધીનગર
➡️ મકાન માલિકો અને ભાડૂઆતોના હિતોનું સમાન અને ન્યાયિક રક્ષણ કરતો ક્રાંતિકારી કાયદો
➡️ મુંબઈ ભાડા અધિનિયમ 1947ના સ્થાને રાજ્યની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ નવો કાયદો સમગ્ર ગુજરાતમાં લાગુ થશે
➡️ વિવાદોના ઝડપી નિકાલ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે
➡️ ડિજિટલ શાસન હેઠળ કરારો માટે ગુજરાતીમાં પ્લેટફોર્મ તૈયાર કરાશે અને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અપાશે
ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી : શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ
