હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃષ્ટિવંત માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપીને હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને વેગ આપતી ગુજરાત સરકાર
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ
📍 રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનો:
ગાંધીનગર | વાંસદા | ભુજ | રાજપીપળા | ઝાલોદ | પાલનપુર | આહવા-સાપુતારા
🌱 આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો નથી, પણ નવી પેઢી, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ‘જીવંત પ્રયોગશાળા’ બન્યા છે, જ્યાં દર વર્ષે અંદાજે 20 હજાર જેટલા મુલાકાતીઓ પ્રત્યક્ષ અભ્યાસ કરે છે.
