વેરાવળ કે.સી.સી. મેદાન ખાતે ‘સ્વદેશી મેળો’ યોજાશે

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’

હિન્દ ન્યુઝ, વેરાવળ

    રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સ્વદેશી મેળાઓનું સમયાંતરે આયોજન થતું હોય છે. જે અંતર્ગત ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને લક્ષમાં લઈ કે.સી.સી મેદાન, મણીબહેન સ્કૂલની પાછળ વેરાવળ ખાતે તા.૦૮/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી સવારે ૧૦.૦૦ થી રાત્રે ૧૦.૦૦ દરમિયાન સ્વદેશી મેળો યોજાશે.

     સ્વદેશી ઉત્પાદનોને પ્રેરણા આપી અને ‘લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી મેળા દરમિયાન હસ્તકલા, ભરતગૂંથણ વિવિધ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, બાંધણી, માટીકામની વસ્તુઓ, પર્સ, હર્બલ પ્રોડક્ટ્સ સહિત સખીમંડળોના બહેનો દ્વારા સ્વઉત્પાદિત કરવામાં આવતી ચીજવસ્તુઓની ખરીદી સહિત ફૂડ કોર્ટનો આનંદ માણી શકશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    નગરપાલિકા કક્ષાએ યોજાનાર આ સ્વદેશી મેળા દરમિયાન સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકો, કળા સર્જકો, નાના ઉદ્યોગકારોની સહભાગીતા વધે એવો પ્રયત્ન કરી વધુ ને વધુ નાગરિકો આ મેળાની મુલાકાત લે એ માટે નગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment