હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની ઘટક ૨ની જાલત-૬ ઉચવાણીયા-૯ અને આગાવાડા-૫ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે.આંગણવાડી કેન્દ્રમાં અંદાજે અન્ય સરકારી ભંડોળ ( પ્રધાન મંત્રી આદિ આદર્શ યોજના તેમજ ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ )તેમજ રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.
