સોમનાથમાં મહાશિવરાત્રીના પર્વને અનુસંધાને વન-વે રૂટ અને પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, સોમનાથ

      બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આંગણે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવતા હોય છે. જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરી થી લઈ અને તા. ૨૦ ફેબ્રુઆરી સુધી સોમનાથમાં વન-વે રૂટ અને પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષી દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોય છે ત્યારે, જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યૂ ગૌરીકુંડ થઈ સોમનાથ ટ્રસ્ટ પાર્કિંગમાં આવશે અને યાત્રાળુઓ દર્શન કરી પરત ફરે ત્યારે સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાંથી બહાર નીકળી સિમેન્ટ રસ્તે સદભાવના મેદાન તરફ જવાના રસ્તેથી સફારી સર્કલ તરફ બહાર નીકળશે.

થ્રી વ્હીલ-ફોર વ્હીલ, લાઈટ વ્હિકલ તેમજ ભારે વાહનો પર પ્રવેશ પ્રતિબંધ :

જ્યારે જૂની ગૌરીકુંડ ચેકપોસ્ટ થી શ્રી રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તા સુધી તેમજ નાગદાદાના મંદિરથી પઠાણવાડાના નાકાથી શ્રી રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તાથી ભોયવાડાના નાકા સુધી તેમજ રામરાખ ચોકથી પઠાણવાડા થઈ શ્રી રામ ગેસ્ટ હાઉસ ત્રણ રસ્તા સુધી, પાટચકલા થી શિવ સદન હોટલ તરફ આવતા વાહનો, મેઈન બજારમાંથી ભોયવાડાના નાકા તરફ આવતા વાહનો અને પ્રજાપતિ ધર્મશાળા ત્રણ રસ્તા થી હમીરજી સર્કલ થી શંખ સર્કલ સુધીના તમામ રૂટ પર થ્રી વ્હીલ-ફોર વ્હીલ, લાઈટ વ્હિકલ તેમજ ભારે વાહનો પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે.

વૈકલ્પિક રૂટ :

આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રૂટ તરીકે શંખ સર્કલ થી આવતા વાહનો વેણેશ્વર ચોકડીથી રામરાખ ચોક થી અન્ય જગ્યાએ જઈ શકશે તેમજ કેઈન બજાર તરફથી આવતા વાહનો ભોયવાડાના નાકે થી મદાર ઓટો થઈ અન્ય જગ્યાએ તેમજ કુંભારવાડાથી પાટ ચકલા થઈ રામરાખ ચોકથી વેણેશ્વર ચોકડીથી અન્ય જગ્યાએ તેમજ સાગર દર્શન ગેસ્ટ હાઉસ જવા માટે શંખ સર્કલ થી ભીડિયા સર્કલ થઈ સર્કિટ હાઉસ રોડ થઈ જઈ શકાશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment