હિન્દ ન્યુઝ, દ્રોણેશ્વર
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલમહાકુંભ-૨૦૨૫/૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની યોગાસનમાં વયજૂથ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજાશે.
તા.૦૬-૦૨-૨૦૨૬ થી તા.૧૬-૦૨-૨૦૨૬ દરમિયાન તમામ સ્પર્ધાઓ યોજાશે. રીપોર્ટીંગ/નિવાસ અનેસ્પર્ધાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર, ગીર ગઢડા રહેશે.
અં-૧૪ (બહેનો)ની સ્પર્ધાનો રિપોર્ટિંગ સમય ૦૬/૦૨/૨૦૨૬ શુક્રવાર સાંજે ૦૫ કલાકે રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૭/૦૨/૨૦૨૬અને ૦૮/૦૨/૨૦૨૬ રહેશે.અં-૧૭ અને ઓપનવયજૂથ(બહેનો) રિપોર્ટિંગ સમય ૦૮/૦૨/૨૦૨૬ રવિવાર સાંજે ૦૫ કલાક રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૯/૦૨/૨૦૨૬ અને ૧૦/૦૨/૨૦૨૬ રહેશે.
અં-૧૪(ભાઈઓ) રિપોર્ટિંગ સમય ૧૦/૦૨/૨૦૨૬ મંગળવાર સાંજે ૦૫ કલાક રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૧૧/૦૨/૨૦૨૬ અને ૧૨/૦૨/૨૦૨૬ રહેશે. અં-૧૭ અને ઓપનવયજૂથ (ભાઈઓ) રિપોર્ટિંગ સમય ૧૨/૦૨/૨૦૨૬ ગુરુવાર સાંજે ૦૫ કલાકે રહેશે. તેમજ સ્પર્ધાની તારીખ ૧૩/૦૨/૨૦૨૬ અને ૧૪/૦૨/૨૦૨૬ રહેશે.
સીધી રાજ્ય કક્ષા અબોવ ૪૦, અબોવ ૬૦ (ભાઈઓ/બહેનો) રિપોર્ટિંગ સમય ૧૪/૦૨/૨૦૨૬ શનિવાર સાંજે ૦૫ કલાક રહેશે. તેમજ સ્પર્ધાની તારીખ ૧૫/૦૨/૨૦૨૬ અને ૧૬/૦૨/૨૦૨૬ રહેશે.
આ સ્પર્ધાની વધુ માહિતી માટે અનીલ બાંભણીયા : 99046 00737નો સંપર્ક કરવાનો રહેશે. તમામ સ્પર્ધકે નોંધ લેવા તેમજ નિયત કરેલ સમય અને સ્થળે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
