હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં જ્યાં જરૂર હોય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવા, વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મિટીંગ યોજવા,રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો, હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા તેમજ હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને નિયમોનુસાર મળવા પાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા જરૂરી સુચનો કર્યાં હતાં.
આ બેઠકમાં આર. ટી. ઓ. ઓફિસર આઈ. એસ. ટાંકે સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હર્ષદ પટેલ, મોટર વ્હિકલ ઇન્સ્પેકટર એન. એસ. કડીયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.