હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના માલેગામ ખાતે આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના વિધાર્થીઓને રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૧ અને ૧૨ ના કુલ ૬૦ વિધ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાયામાં ગુણવત્તાવાળું શિક્ષણ મળશે તો દરેક વ્યક્તિ પોતાનું જીવન સારું બનાવી શકશે તેમજ રાષ્ટ્રને પણ મહાન બનાવશે. ટ્રાઇબલની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને ખૂબ જ છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રહીને આગળ વધે અભ્યાસમાં ધ્યાન આપે તે જરૂરી છે. સરકાર વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ માટે અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે.
વધુમાં મંત્રી જણાવ્યું હતું કે, લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે. તેમજ વિધ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા ખુબ જ ઉપયોગી નિવડશે. આ સાથે જ ચાલુ વર્ષે શાળાનાં ૧૦ જેટલાં વિદ્યાર્થીઓ નિટની પરીક્ષામાં ઉતીર્ણ થતાં મંત્રીશ્રી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
દરમિયાન મંત્રીએ એકલવ્ય મોડેલ રેસીડેસીયલ સ્કૂલ બારીપાડાની ઓચિંતી મુલાકાત લઈ, શાળાની સુવિધાઓ જાણી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સાથે વિદ્યાર્થીઓને એકબીજા સાથે સુમેળભર્યા સંબધો જાળવી આગળ વધવા જણાવ્યું હતું.
કાર્યક્રમ બાદ મહાનુભાવોનાં હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ સંસ્થાના વડા શ્રી પી.પી.સ્વામીજી, સુશ્રી હેતલ દીદી સહિત મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
